પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકોના હિંસક દેખાવો, 6ના મોત, 100થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકોના હિંસક દેખાવો, 6ના મોત, 100થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં ઇમરાન ખાનના સમર્થકોના હિંસક દેખાવો, 6ના મોત, 100થી વધુ ઘાયલ

Blog Article

પાકિસ્તાનના જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનના સમર્થકોના દેખાવો હિંસક બનતા મંગળવારે અર્ધલશ્કરી દળના ચાર જવાનો અને બે પોલીસકર્મીઓ સહિત છ લોકો મોત થયાં હતાં અને 100થી વધુ સુરક્ષા જવાનો ઘાયલ થયાં હતાં.

રાજ્ય-સંચાલિત મીડિયાએ જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળતા મંગળવારે સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં આર્મી તૈનાત કરવાનો તથા શૂટ એટ સાઇટના આદેશ જારી કર્યા હતાં.

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સમર્થકો ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મુક્તિની માગણી સાથે દેખાવો કરી રહ્યાં છે. વડાપ્રધાન શહબાઝ શરીફની સરકાર દેશવ્યાપી દેખાવોને રોકવાના આદેશો આપ્યો હોવા છતાં ઇમરાનના સમર્થકો સોમવારે ઇસ્લામાબાદમાં પ્રવેશ્યા હતાં.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પીટીઆઈની વિરોધ રેલીમાંથી એક વાહન ફરજ પરના સુરક્ષા કર્મચારીઓ સાથે અથડાતા ચાર રેન્જર્સના મોત થયાં હતાં. ધ નેશનના અહેવાલ મુજબ રેન્જર્સ અને પોલીસ અધિકારીઓ સહિત પાંચ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. પીટીઆઈના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ જણાવ્યું હતું કે કૂચ દરમિયાન એક ઇમરાન સમર્થકનું મોત થયું હતું અને 20 ઘાયલ થયા હતા.

Report this page